શીખો પર બનતા જોક્સ અંગે ગાઇડ લાઇન બનાવવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શીખો પર બની રહેલી જોક્સને અટકાવવા માટે ગાઇડ લાઇન બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. આ સાથે જ કોર્ટે રેસિસ્ટ અને કોમ્યૂનલ જોક્સ અંગે ગાઇડલાઇન તૈયાર કરવા માટે જણાવ્યું છે. મંગળવારે કોર્ટે એક અરજીની સુનવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો હતો. સુનવણી દરમિયા શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ કોર્ટને કહ્યું કે વિદ્યાર્થીઓને સંવેદનશીલ જોક્સ સોશ્યલ મીડિયા પર મોકલતા અટકાવવામાં આવે. કમિટીએ જણાવ્યું કે કોઇ એક વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને જ જોક્સ કેમ.
કમિટીએ માત્ર પંજાબી નહી પરંતુ બિહાર અને નોર્થ ઇસ્ટનાં લોકો પર બની રહેલા જોક્સ અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો. કમિટીનાં પ્રતિનિધિ તરીકે અરજદાર હરવિંદર ચૌધી અને સીનિયર વકીલ આર.એસ સૂરી કોર્ટમાં હાજર રહ્યાહ તા. ચીફ જસ્ટિસ ટી.એસ ઠાકુરની બેન્ચે કમિટીને ગાઇડ લાઇન તૈયાર કરવા માટે 6 અઠવાડીયા જેટલો સમય આવ્યો છે.
જો કે ઓક્ટોબર 2015માં થયેલી સુનવણીમાં કોર્ટે ચૌધરીને પુછ્યું હતું કે સંતા બંતાનાં જોક્સથી લાગણી દુભાય છે ?જો કે સુપ્રીમે કર્યું કે આનાથી કોઇ સમુદાયની લાગણી દુભાતી હોય તો આ મુદ્દે ગાઇડ લાઇન બનાવવામાં આવે. અત્રે નોંધનીય છે કે અરજદારી સંતા બંતા પર બનતા જોક્સ અને તેને પ્રકાશીત કરતી 5000થી વધારે વેબસાઇટ્સ પર પ્રતિબંધની માંગ કરી હતી. સુપ્રીમની બેન્ચે નોંધ્યું કે સંતા બંતા અને શીખો પર બનતા જોક્સ મુદ્દે ઘણી અજીઓ આવી છે જે સાબિત કરે છેકે આવા જોક્સથી શીખ સમુદાય ખુશ નથી.

You might also like