અમદાવાદઃ રખડતા ઢોર મામલે સરકાર બનાવશે નવો કાયદો, માલિકો સામે થશે FIR

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની એક પિટિશન કરાઇ હતી. ત્યારે આ મામલે જાહેર હિતની પિટિશનને લઇ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી આ અંગે જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો. જેમાં જણાવાયું છે કે શહેરમાં અંદાજે 50 હજાર જેટલાં રખડતા ઢોર છે જ્યારે તેની સાથે માત્ર 5 હજાર ઢોરને રાખી શકાય તેટલી કોર્પોરેશન પાસે જગ્યા છે. ફરજિયાત FIR લેવાનાં નિર્ણય બાદ પશુઓનાં માલિકો પશુઓને છોડાવવા નથી આવતાં જેથી આટલા મોટા પ્રમાણમાં રખડતા ઢોરને પકડવામાં આવે તો તેને ખવડાવવા માટે વધુ ઘાસચારાની જરૂર રહેશે.

કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરનાં માલિકો સામે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે તથા સરકાર પણ આવા ઢોર માલિકો સામે કડક કાયદો બનાવે જેથી આવા ઢોર માલિકો સામે પાસા પણ થઇ શકે.

You might also like