મતદારોનાં નામો ગાયબ થવા બાબતે હાઈકોર્ટમાં PIL કરાશે

અમદાવાદ: અમદાવાદ સહિત છ મહાનગરપ્‍ાાલિકાની ચૂંટણી અંતર્ગત ગત રવિવારે મતદાન યોજાયું હતું. મતદાનના દિવસે શહેરના 1.03 લાખ મતદારોના નામો મતદારયાદીમાંથી ડિલિટ કરી દેવામાં અાવ્યાં હતાં. જેને કારણે પ્‍ાોતાના મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત રહ્યા હતા. અા મામલે કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ા દ્વારા મતદારોને મૂળભૂત અધિકારથી વંચિત રાખવાની ચૂંટણી અાયોગની કામગીરી સામે કાનૂની લડત ચલાવવામાં અાવશે.

અમદાવાદ મહાનગરપ્‍ાાલિકાની ચૂંટણીમાં મતદાનના દિવસે શહેરના 44 વોર્ડમાંથી 42 વોર્ડમાંથી એક લાખથી વધુ મતદારોનાં નામો કમી થયેલાં જોવાં મળ્યાં હતાં. જેને કારણે મતદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. શહેરના એક લાખથી વધ્‍ાુ મતદારોના નામ રદ થઈ જવાના મામલે કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ા દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં અાવ્યો હતો. અા અભિપ્રાય બાદ કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ાના સિનિયર અાગેવાનો દ્વારા અાજે રાજ્ય ચૂંટણી પ્‍ાંચને મળીને નાગરિકોને તેમના મૂળભૂત અધ્‍િાકારથી વંચિત રાખવા અંગે રજૂઅાત કરવામાં અાવશે.

રાજ્ય ચૂંટણી પ્‍ાંચને રજૂઅાત કરાયા બાદ મતદાનના દિવસે જે મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલિટ કરી દેવામાં અાવ્યાં હતાં, તેવા મતદારોને એકઠા કરીને અા મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવાનું અાયોજન કરાયું છે. અા મામલે કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ા દ્વારા જે મતદારોના નામ મતદારયાદીમાંથી ડિલિટ કરી દેવામાં અાવ્યાં છે તેમનો સંપ્‍ાર્ક કરવામાં અાવી રહ્યો છે. મતદાર યાદીમાંથી જેમના નામ ડિલિટ કરાયેલાં તેવા મતદારોને તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરવામાં અાવશે તેમ પ્‍ાક્ષ્‍ાના સૂત્રોએ જણાવ્યું હતું.

અા મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે શહેરના મતદારોનાં નામો રદ થવાના મુદ્દે કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ા દ્વારા કાનૂની અભિપ્રાય મેળવવામાં અાવ્યો છે.

અા મામલે અાજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્‍ાંચને રજૂઅાત કરવામાં અાવનાર છે. ત્યાર બાદ પ્‍ાક્ષ્‍ાના મોવડીમંડળ દ્વારા નક્કી કરીને લોકોને પ્‍ાોતાના મૂળભૂત અધિકાર એવા મતાધિકારથી વંચિત રાખવાના મામલે કાનૂની લડત ચલાવવામાં અાવનાર છે.

You might also like