Categories: India

દેશના 8 રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવા સુપ્રિમમાં PIL

સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરીને એવી માગણી કરવામાં આવી છે કે આઠ રાજ્યમાં હિંદુુઓને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે. આ અરજી બાદ એ ચર્ચા હવે તેજ થઇ ગઇ છે કે આખરે આ માગણી પાછળનું કારણ શું છે? શું હિંદુઓને પણ કેટલાંક રાજ્યમાં લઘુમતીનો દરજ્જો મળી શકે છે?

કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે આઠ રાજ્યમાં લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પંજાબનો સમાવેશ થાય છે. જ્યાં હિંદુઓની વસ્તી ખૂબ જ ઓછી છે અને તેમને ત્યાં લઘુમતીનો દરજ્જો મળે કે જેથી સરકારી સુવિધાઓનો લાભ પણ મળી શકે.

અપીલમાં જણાાવાયું છે કે લઘુમતીનો દરજજો નહીં મળવાથી આ રાજ્યમાં હિંદુઓને મૂળભૂત અધિકારોથી વંચિત રહેવું પડે છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ર૦૦રમાં એવો ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સ્તરે લઘુમતીઓનો દરજ્જો આપવો જોઇએ. આઠ રાજ્યમાં હિંદુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમ છતાં તેમને લઘુમતીનો દરજજો આપવામાં આવ્યો નથી.

ર૦૧૧ની વસ્તીગણતરી મુજબ લક્ષદ્વીપમાં ર.પ ટકા, મિઝોરમમાં ર.૭પ ટકા, નાગાલેન્ડમાં ૮.૭પ ટકા, મેઘાલયમાં ૧૧.પ૩, જમ્મુ-કાશ્મીરમાં ર૮.૪૪ ટકા, અરુણાચલ પ્રદેશમાં ર૯ ટકા, મણિપુરમાં ૩૧.૩૯ ટકા અને પંજાબમાં ૩૮.૪ ટકા હિંદુ છે. તેમનેે લઘુમતીનો દરજ્જો નહીં હોવાથી પાયાની સુવિધાઅો મળતી નથી.

Navin Sharma

Recent Posts

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

2 mins ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

3 mins ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

16 mins ago

યુએનમાં મસૂદ અઝહર પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવશે ફ્રાન્સ-બ્રિટન-અમેરિકા

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાન સામે ભારતને મોટી કૂટનૈતિક સફળતા મળી છે. વિશ્વના ત્રણ સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ…

56 mins ago

એરિક્સન કેસમાં અનિલ અંબાણી દોષીઃ ચાર સપ્તાહમાં ૪પ૩ કરોડ ચૂકવવા સુપ્રીમનો આદેશ

(એજન્સી) નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આરકોમ વિરુદ્ધ એરિક્સન કેસમાં આરકોમના ચેરમેન અનિલ અંબાણીને મોટો ઝાટકો આપીને અદાલતની અવમાનના માટે દોષી…

58 mins ago

ટ્રમ્પે પુલવામા હુમલાને ભયાનક ગણાવ્યો: ‘દોષીઓ સામે પાકિસ્તાન કાર્યવાહી કરે’

(એજન્સી) વોશિંગ્ટન: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન દુનિયાભરમાં આકરી ટીકાનો સામનો કરી રહ્યું છે. હુમલાના છ દિવસ બાદ…

1 hour ago