સુપ્રીમ કોર્ટમાં 500-1000ની નોટ પરના બેનના નિર્ણયને પડકાર આપતી PIL ફાઈલ કરાઈ

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ એક જાહેર યાચિકા દાખલ કરવામાં આવી છે. મંગળવારે મોદી સરકારે 500 અને 1000ની જૂની નોટને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ યાચિકામાં નાગરિકોના જીવન અને વેપારવિનિમયના હક્કને આધાર બનાવવામાં આવ્યો છે.

દાખલ કરવામાં આવેલી PILની આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ યાચિકા નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સને પાઠવવામાં આવી છે. આ આચિકામાં નાણાં મંત્રાલયના આ વિભાગ પર ‘સરમુખત્યાર’ બનીને જાહેર જનતાને પૂરતો સમય ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના લીધે હાલાકી અને મુશ્કેલી ભોગવવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

દિલ્લીના વકીલ વિવેક નારાયણ શર્માએ “પૂરતો સમય” ન મળવાની વાતને આધાર બનાવીને કેન્દ્રને ભીંસમાં લીધી છે. તેમના પર નાગરિકોને પડી રહેલી અસુવિધા અને અરાજકતાનો પણ ઉલલેખ કરવામાં આવ્યો છે.

You might also like