અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ નોંધવા આદેશ આપ્યો

ઇલાહાબાદ: દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવાનાં મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટે કેસ દાખલ કરવાનાં આદેશો આપ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જેએનયૂ ગયા હતા અને ત્યાનાં વિદ્યાર્થીઓનું સમર્થન આપતા કેન્દ્ર સરકારને નિશાન પર લીધું હતું. આ મુદ્દે હવે અલહાબાદ હાઇકોર્ટે રાહુલની વિુરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવા માટેનાં આદેશો આપ્યા છે. આ અંગે હાઇખોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેની પહેલા દિલ્હી પોલીસે રાહુલની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો ઇન્કાર કરી દીધોહ તો.
ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં દેશ વિરોધી નારેબાજી તથા જેએનયૂએસયૂનાં અધ્યક્ષ કનૈયાની ધરપકડનાં મુદ્દે જેએનયૂ પરિસરમાં મચેલ ધમાસાણ વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 13 ફેબ્રુઆરીનાં રોજ યૂનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા. ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓનાં અવાજને દબાવનાર વ્યક્તિ જ સૌથી મોટી રાષ્ટ્રદ્રોહી છે.
જેએનયૂ પરિસરમાં સંસદ હૂમલાનાં દોષીત આતંકવાદી અફઝલ ગુરૂની ફાંસીનાં ત્રણ વર્ષ પુરા થયા હોવાનાં કારણે કાર્યક્રમ રાખવામાં આવ્યોહ તો. રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા. જેનાં સમર્થનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં આવ્યા બાદ એબીવીપીનાં વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો હતો. તેને કાળા ઝંડા દેખાડીને રાહુલ ગાંધી પાછા ફરોનાં નારા પણ લાગ્યા હતા. જો કે રાહુલે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને તેણે આરોપ લગાવ્યો કે સરકાર યૂનિવર્સિટીઓ પર પણ પોતાનો પગદંડો જમાવવા માંગે છે.

You might also like