બિગ બેશઃ સિન્ડની થન્ડરે ચેમ્પિયન

મેલબર્નઃ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી વિદાય લઈ રહ્યો છે અને એ પહેલાંની આખરી મેચમાં ગઈ કાલે તેના નેતૃત્વમાં સિડની થન્ડરનો બિગ બેશ ટી-૨૦ની ફાઇનલમાં તેના નાના ભાઈ ડેવિડ હસીના નેતૃત્વવાળી મેલબોર્ન સ્ટાર્સ સામે વિજય થયો હતો. મેલબર્ન સ્ટાર્સે કેવિન પીટરસનના ૭૪ રનની મદદથી ૯ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા.

સિડની સ્ટાર્સે જબરદસ્ત ફોર્મ ધરાવતા ઓપનર ઉસ્માન ખ્વાજાના ૭૦ રન, જેક કાલિસા ૨૮ રન અને ખુદ માઇક હસીના ૧૮ રનની મદદથી ૧૯.૩ ઓવરમાં ૭ વિકેટે ૧૮૧ રન બનાવીને પહેલી વાર આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. ઉસ્માન ખ્વાજાને મેન ઓફ ધ ફાઇનલનો અને બ્રિસબેન હિટના ક્રિસ લીનને સૌથી વધુ ૩૭૮ રન બનાવવા બદલ મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર અપાયો હતો.

You might also like