જેમ્સ બોન્ડની પાન બહાર વાળી જાહેરાત પર મુકાયો પ્રતિબંધ

નવી દિલ્હી: ફિલ્મી દુનિયાનો જેમ્સ બોન્ડ પિયર્સ બ્રોસને પાન બહારની એડ કરીને જે રીતે બધાને ચોંકાવી દીધા હતા હવે તેની સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારા સમાચાર અાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અા એડ પર પ્રતિબંધ મુકવામાં અાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પહલાજ નિહલાનીને તમામ નેશનલ અને સેટેલાઈટ ટેલિવિઝન ચેનલો પર અા જાહેરાતને પ્રતિબંધિત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર અા એડની ખૂબ જ મજાક ઊડી હતી.

એક અંગ્રેજી ન્યૂઝ પેપરમાં જણાવ્યા મુજબ પહલાજ નિહલાનીએ કહ્યું કે મેં અા એડ જોઈ નથી, પરંતુ તે માનવું મુશ્કેલ છે કે પિયર્સ બ્રોસનેે અામ કર્યું છે. જ્યારે તમે કોઈને મોત વેચો છો ત્યારે પૈસા મહત્ત્વના હોતા નથી, પરંતુ બ્રોસનેે જે કર્યું તે તેમણે જાતે જ નક્કી કર્યું છે અને કોઈ પણ પ્રકારે અા એડને સર્ટિફાઈન કરી શકીએ તમામ પ્રકારના પાન મસાલા, તમાકુ અને દારૂની જાહેરાતો પર પહેલેથી જ પ્રતિબંધ છે.

નિહલાનીએ કહ્યું કે દારૂની જાહેરાત કરનાર શાહરુખ ખાન અને સેફઅલી ખાન જેવા મોટા સ્ટાર્સ પણ એમ કહે છે કે તેઓ નોન અાલ્કોહોલિક પ્રોડક્ટ વેચી રહ્યા છે, જ્યારે તેઓ અાલ્કોહોલ જ વેચે છે અા ગેરકાયદે છે.  તમે દારૂ સાથે જોડાયેલી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કોઈ અન્ય પ્રોડક્ટ વેચવા ન કરી શકો.

You might also like