પીક-અવર્સમાં કારમાં ફરવાથી પ્રદૂષણનું જોખમ વધુ

અાપણે મોટાભાગે રસ્તા પર ટ્રાફિકના પ્રદૂષણથી બચવા માટે બંધ કારમાં ટ્રાવેલ કરવાનું પ્રિફર કરીએ છીએ. જોકે અા પસંદગી વધુ જોખમી છે એવું અમેરિકન રિસર્ચરોનું કહેવું છે. સંશોધકોનું કહેવું છે કે કારની કેબનની અંદર ખૂબ જ હાનિકારક પર્ટિક્યુલેટ મેટર હોય છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં અાવેલી ડ્યુક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે કારની અંદર જે પ્રદૂષકો હોય છે એ વધુ ઓક્સિડેટિવ સ્ટ્રેસ પેદા કરે છે, જે શ્વસનતંત્ર અને હાર્ટના રોગો પેદા કરવા માટે જવાબદાર છે એટલું જ નહીં, કોષોનું ઓક્સિડેશન કેટલાક ન્યુરો-ડીજનરેટિવ ડિસીઝ અને કેન્સર પેદા કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like