નવી દિલ્હી : પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ) કરાંચીથી મુંબઇ માર્ગ માડે ઉડ્યનનું સંચાલન રદ્દ કરી શકે છે. પાકિસ્તાન સમાચાર વેબસાઇટ ડોનનાં અનુસાર પીઆઇએનાં સુત્રોનું હવાલો ટાંકી સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. પીઆઇએનાં પ્રવક્તા દનિયાલ ગિલાનીએ જણાવ્યું કે પીઆઇએ કરાંચીથી મુંબઇ માર્ગ પર ઉડ્યન સંચાલન રદ્દ કરવા અંગે વિચાર કરી રહ્યું છે.
જો કે આ મુદ્દે અંતિમ નિર્ણય અત્યાર સુધી કરવાનો બાકી છે. બીજી તરફ તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતીનાં કારણે ઉડ્યનો રદ્દ કરવાનાં મીડિયા રિપોર્ટ ફગાવી દેવાનાં અહેવાલોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે આ નિર્ણય સંપુર્ણ રીતે વાણીજ્યીક છે.
દનિયાલે જણાવ્યું કે આ માર્ગ પર મુસાફરો ન હોવાનાં કારણે આ પગલું ઉઠાવવામાં આવી શકે છે. સાથે જ કહ્યું કે લાહોર દિલ્હી માર્ગ પર ઉડ્યનો હજી પણ ચાલી રહી છે. જો કે કરાંચી મુંબઇ પર પેસેન્જર નહી મળતા હોવાનાં કારણે ઉડ્યન રદ્દ કરવાની ફરજ પડી છે.