પીઆઈ સ્કૂલમાં જતાં લોકોઅે દરવાજાને તાળું મારી દીધું

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ગઇ કાલે સ્થાનિકોએ તોડફોડ કરીને આંતક મચાવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગૌણ સેવાની પરીક્ષા પૂરી થતાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્કૂલમાં ટ્રસ્ટીઓને મળવા માટે ગયા ત્યારે સ્થાનિકોએ સ્કૂલનો દરવાજો બંધ કરીને પોલીસ કંટ્રોલમાં ફોન કરી દીધો હતો. સમગ્ર મામલે અમરાઇવાડી પોલીસે એક મહિલા સહિત ૬ શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલયનાં સંચા‌િલકા ડો. બરસીકાસિંહ શિવપ્રકાશસિંહ ક્ષત્રિયે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ૬ શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે સ્કૂલમાં ગૌણ સેવાની પરીક્ષા હોવાથી સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત હતો. પરીક્ષા પૂરી થયા પછી સ્કૂલમાં પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. એમ. દેસાઇ ખાનગી કપડામાં સ્કૂલના સંચાલકોને મળવા માટે ગયા હતા. સ્કૂલમાં સંચા‌િલકા બરસીકાસિંહ તેમના પતિ સહિત સ્કૂલનો સ્ટાફ હાજર હતાે ત્યારે ચેતના પિત્રોડા, દીપ, રણ‌િજત હંસરાજ, સાંભા યાદવ, ક‌િપયો અન મોન્ટુ સહિત કેટલાક તોફાની ટોળાએ સ્કૂલનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને હલ્લાબોલ કરી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી અને પોલીસે ઘટના સ્થળે આવીને સ્કૂલનો દરવાજો ખોલ્યો હતો અને ફસાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તમામને બહાર કાઢ્યા હતા.

આ ઘટનામાં સ્કૂલની સંચા‌િલકાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને સ્કૂલ પર પથ્થરમારો કરીને તોડફોડ મચાવી હતી. ટોળાએ સ્કૂલમાં સીસીટીવી કેમેરા, મોટરસાઇકલ, બાથરૂમનો દરવાજો, પાણીની મોટર વગેરેની તોડફોડ કરી હતી જ્યારે પ હજાર રૂપિયા પણ ચોરી લીધા હતા, જેમાં પોલીસે વધુ એક ગુનો ચેતના પિત્રોડા, દીપ, રણ‌િજત હંસરાજ, સાંભા યાદવ, ક‌િપયો અને મોન્ટુ સહિત તોફાની ટોળા વિરુદ્ધમાં દાખલ કર્યો હતો. આઇ ‌િડ‌િવઝનના એસીપી એસ. એસ. રઘુવંશીએ જણાવ્યું છે કે ચેતના પોલીસ કર્મચારીઓ પર અગાઉ આક્ષેપ કરવા માટે ટેવાયેલી છે. ગઇ કાલે પણ પીઆઇ વિરુદ્ધમાં આક્ષેપ મૂકવાના હેતુસર આ કાંડ કરાવ્યો છે.

You might also like