પીઆઇઅે ચાર્જ નહીં છોડતા ACPઅે અોર્ડર અાપવો પડ્યો

અમદાવાદ: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી. વાળંદ વિવાદોમાં રહ્યા હતા. પોલીસવડા દ્વારા તેમની જૂનાગઢની પોલીસ ટ્રે‌િનંગ સ્કૂલમાં તાજેતરમાં બદલી કરવામાં આવી હતી, જોકે વાળંદ પોતાની ફરજ પરથી મુકત નહીં થતાં પોલીસ કમિશનર શિવાનંદ ઝાના આદેશથી ગઈ કાલે એન ‌િડ‌િવઝનના એસીપી મારફતે બદલીનો ઓર્ડર એ.બી. વાળંદને હાથોહાથ આપીને પોલીસ સ્ટેશનની ફરજ પરથી મુક્ત કરવામાં અાવ્યા હતા.

તાજેતરમાં રાજ્યના પોલીસવડાએ રાજ્યભરના 29 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરી હતી, જેમાં અમદાવાદના 4 પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. વેજલપુર પોલીસ સ્ટેશનના એ.બી. વાળંદની જૂનાગઢ પોલીસ ટ્રે‌િનંગ સ્કૂલમાં બદલી કરવામાં આવી હતી, જોકે વાળંદે વેજલપુરનો ચાર્જ છોડ્યો ન હતો.

આ ઘટનાની ગંભીરતાને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ તાત્કા‌િલક ધોરણે વાળંદને ફરજ પરથી મુક્ત કરવા માટે બદલીનો ઓર્ડર તૈયાર કરીને એન ‌િડ‌િવઝનના એસીપી મારફતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં હાથોહાથ ઓર્ડરની બજવણી કરીને તેમને છૂટા કરવામાં આવ્યા હતા. આ મુદ્દે એન ‌િડ‌િવઝનના એસીપી વાય.જે. જાડેજાએ જણાવ્યું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઓર્ડરની બજવણી કરવા માટેનો આદેશ ઉચ્ચ અધિકારીનો હતો. પીઆઇ વાળંદની બદલીનો ઓર્ડર લઇને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો.

તાજેતરમાં સામાન્ય બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વાળંદે એક વકીલને માર્યાની ફરિયાદ થઈ હતી. આ સિવાય જુહાપુરાના આલમખાન ઉપર થયેલા હુમલા કેસમાં આરોપીઓને છાવરવાના મુદ્દે તેઓ વિવાદોમાં આવ્યા હતા ત્યારે જાહેરમાં ‌િસગારેટ પીવાના મુદ્દે વાળંદે તે વ્યકિત ઉપર કરેલા તુમાખી ભરેલા વર્તનનો વી‌િડયો વાઇરલ થતાં તેઓ વિવાદમાં આવ્યા હતા.

You might also like