જુગારધામ પર દરોડા બાદ પીઆઈ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા સિરાજનગરના છાપરામાં મોડી રાતે ચાલતી જુગારની ક્લબમાં સ્પેશિયલ ટીમે કરેલી રેડ બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. ઝાલા વિરુદ્ધમાં ‌િડપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે.

એફ ડિવિઝનના એસીપી મં‌જિતા વણઝારાએ સંવેદનશીલ જુગારની ક્લબમાં રેડ કરવા માટે ઇસનપુર પોલીસને જાણ કર્યા વગર બુરખો પહેરીને તેમની ટીમ સાથે દરોડા પાડ્યા હતા, જેમાં 28 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા બાદ ઇસનપુર પોલીસને જાણ થતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

ઇસનપુર વિસ્તારમાં આવેલા સિરાજનગરના છાપરામાં ધમધમતા જુગારધામ અંગે અનેક ફરિયાદો સ્થાનિકોમાં ઊઠી હતી. ઇસનપુર પોલીસને સ્થાનિકોએ અવારનવાર જાણ કરી હોવા છતાંય જુગારધામ બંધ નહીં થતાં તેમણે સેક્ટર-2ના જેસીપી ડી. બી. વાઘેલા પાસે રજૂઆત કરી હતી. જેસીપીએ ઇસનપુરની હદમાં આવતાં પોલીસ સ્ટેશન, જે ‌િડ‌િવઝનના એસીપી તેમજ ઝોન-6ના ડીસીપીને નહીં, પરંતુ એફ ડિવિઝનના એસીપી મં‌િજતા વણઝારાને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. એસીપી મં‌જિતા વણઝારાએ બુરખો પહેરીને દરોડા પાડવા પહોંચી ગયા હતા.
રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ એફ ડિવિઝનની સ્કવોડ અને જેસીપીની ટીમે ઇસનપુર પોલીસની જાણ બહાર જુગારધામ પર દરોડા પાડ્યા હતા, જેમાં શેરમહંમદ ઉફે શેરુ મેવાતી તથા નાસીરખાન પઠાણ સહિત 28 જુગારીઓની ધરપકડ કરી હતી. ક્લબમાં આરોપીઓ તીનપત્તી, ગંજીફા તેમજ કોઇન રમાડતા હતા.

પોલીસની સફળ રેડ બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અનેક સવાલ ઊભા થયા છે. આ મામલે સેક્ટર-2ના જેસીપી ડી. બી. વાઘેલાએ જણાવ્યું છે કે ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધમાં ‌ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like