જો બાળકોને વધુ સ્માર્ટ બનાવા હોય તો આમ કરી જુઓ…

બાળકો ફિઝિકલી ફિટ હોય તો તેમના મગજના અમુક હિસ્સાઓમાં ગ્રે મેટર (ડાર્ક ટિશ્યૂ જે વ્યક્તિની બુદ્ધિમત્તા માટે જવાબદાર હોય છે)ની સંખ્યામાં વધારો થતો હોવાનું અને એનાથી તેમના એકેડેમિક પર્ફોર્મન્સમાં સુધારો થતો હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. ગ્રે મેટરની વધુ માત્રા એ એરોબિક કેપેસિટી (હૃદય, ફેફસાં, શરીરની નસો વગેરેની કામ કરવાની ક્ષમતા) ઉપરાંત જોવાની, શીખવાની અને શરીરનાં અન્ય અંગોની કામ કરવાની ક્ષમતા માટે જરૂરી છે.

ફિઝિકલ ફિટનેસને એકસર્સાઈઝથી સુધારી શકાય છે અને કમ્બાઇનિંગ એકસર્સાઈઝ દ્વારા બાળકોની એરોબિક કેપેસિટી તેમજ મોટર એબિલિટી સુધારો શકાય છે, જેથી મેદસ્વી બાળકોનો શારીરિક વિકાસ પણ થઈ શકે અને તેમના મગજનો વિકાસ થઈ શકે.

You might also like