ઊંચી બિલ્ડિંગ પર ફોટાનો ક્રેઝ

રશિયાના મોસ્કોની ૨૩ વર્ષની એન્જેલિના નિકોલાઉ નામની યુવતી રીતસર છાપરે ચડી જાય છે તે પોતાની જાતને રૂફર કહેવડાવે છે. મતલબ કે તે દુનિયાની ઊંચી-ઊંચી ઈમારતો પર જાય અને જ્યાં પંખીઓને પણ બેસતાં ડર લાગે એ‍વી જગ્યાએ ચડીને ફોટો પડાવે છે અથવા તો સેલ્ફી લે છે. આ વિચિત્ર શોખ પૂરો કરવા માટે એન્જેલિના માેસ્કો ઉપરાંત સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગના પ્રદેશો એવાં ચીન અને હોન્ગકોન્ગમાં પણ ફરી આવી છે. કોઈ ઈમારતના સૌથી ઊંચા સ્પોટ પર ચડીને એ રીતે પોતાનો ફોટો પાડવાનો જેથી પોતે કેટલી ઊંચાઈએ છે એનો સ્પષ્ટ ખ્યાલ આવે. એ અત્યંત જોખમી ટ્રેન્ડ રૂફટોપિંગ તરીકે ઓળખાય છે.

You might also like