આ તસવીરો ફેક નથી, ઓરિજિનલ છે!

વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર અવાર નવાર એવી તસવીરો વાયરલ થાય છે જેને જોઈને વ્યક્તિ અચંબામાં પડી જાય છે કે આ તસવીરો સાચી છે કે પછી ફોટોશોપમાં બનાવવામાં આવી છે. આનાથી ઊલટું હાલમાં એવી તસવીરો સામે આવી છે જે પહેલી નજરે તો ફેક લાગે છે પરંતુ હકીકતમાં તે બિલકુલ સાચી છે.

જાપાનના જાણીતા ફોટોગ્રાફર હિડેનોબુ સુઝુકીએ કચકડે કંડારેલી આ તસવીર જોઈને આંખ પર વિશ્વાસ આવતો નથી. જાપાનના શહેર આઈચીના રહેવાસી હિડેનોબુ હટકે ફોટોગ્રાફી માટે જાણીતા છે. તેણે મોસમના પહેલા વરસાદને અલગ અલગ સ્થળ પર જઈને કેમેરામાં કેદ કર્યો છે. કેટલીક તસવીરો તો પહેલી દૃષ્ટિએ પેઇન્ટિંગ હોવાનો ભ્રમ ઊભો કરે છે પરંતુ આ તમામ તસવીરો એકદમ ઓરિજિનલ છે.

તળાવ અને તેમાં તરતી રંગબેરંગી માછલીઓની તસવીર ‘ફોટોઝ પોન્ડ ઓફ મોનેટ’ના નામથી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જે માઉન્ટેન ઓફ ગિફુ વચ્ચે આવેલી જગ્યા છે. હાલ આ તસવીરોઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

You might also like