જલદી જ આવશે 2,000 રૂપિયાની નોટ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

નવી દિલ્લી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જલદી જ 2 હજારની નોટ જાહેર કરશે. અત્યાર સુધી બજારમાં મોટામાં મોટી નોટ 1 હજારની છે. પણ હવે 2 હજાર રૂપિયાની નોટ બજારમાં આવી જશે. આ નોટનું છાપકામ શરૂ થઈ ગયું છે. બસ બજારમાં આવવાની વાર છે.

નીચે આપેલા ફોટો થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ:

1478422158-9828 CwmBMwuUAAAuhar two_thousand_rupee_06_11_20

આ વચ્ચે સોશિય મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. એવો દાવો માંડવામાં આવી રહ્યો છે કે આ ફોટો આરબીઆઈ દ્વારા બહાર પડનારી 2 હજારની નોટનો જ છે.

જોકે, આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે જે તસ્વીરો સોસિયલ મીડિયા પર જોવા મળી રહી છે તે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવનારી નોટ છે. નોંધનીય છે કે આરબીઆઈ આ પહેલા 10,000ની નોટ જાહેર કરી ચૂકી છે.

મીડિયામાં વાયરલ થઈ રહેલી 2 હજારની નોટનો ફોટો જોઈને એમ જાણી શકાય છે કે આ હજાર રૂપિયાની નોટથી થોડી મોટી છે અને પર્પલ અને વ્હાઈટ કરલમાં છે. સાથે જ એના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું છે અને તેની નીચે નંબર લખવામાં આવ્યા છે. એટલું જ નહિ, એક બાજુ પર નીચેની બાજુએ સ્વચ્છ ભારત અભિયાનનો લોકો મૂકવામાં આવ્યો છે.

જ્યારે આરબીઆઈ 2000ની નોટ લાવવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફે નિષ્ણાતોનું માનવું છે કે સરકારે મોટી નોટો પર પાબંદી લગાવવી જોઈએ, જેથી કાળાં નાણાં પર અંકુશ મૂકી શકાય.

Source: Social Media

You might also like