આ છે દુનિયાની અજબ-ગજબને વિચિત્ર રેસ્ટોરાં

ઘરના ભોજનથી જ્યારે મન ઉઠી જાય છે અને લોકો મજા માણવા અને સ્વાદિષ્ટ ભોજનનો જાયકો લેવા રેસ્ટોરાં ચરફ પ્રયાન કરે છે. તો આગળ જુઓ થોડાક એવા રેસ્ટોરાંની તસ્વીરો, જે પોતનામાં વિચિત્ર છે. ન્યૂયોર્કની આ રેસ્ટોરાંમાં શરીર પરના દરેક કપડા ઉતારીને ડિનર કરવામાં આવે છે. શરીરના અમુક ભાગ પર જો જમનાર ઈચ્છે તો કપડા રાખી શકે છે.


તાઈપીના રેસ્ટોરાંમાં મહેમાનોને નર્સના વસ્ત્રોમાં મહિલા વેટ્રેસો જમવાનું પીરસે છે.

મોસ્કોમાં પણ એક આવું રેસ્ટોરાં છે. જ્યાં કામ કરનારા વેટ્રેસ અને બાર ટેન્ડર જોડકા છે. જોડકા વેટર્સ બહેનોને જોઈને લોકોની સંખ્યામાં વધારો થયો છે.

ચીનમાં એક એવું રેસ્ટોરાં છે, જેની થીમ અને લુક જેલ જેવી છે. ત્યાં સરીયા પાછલ બેસીને લોકોને જમવાનું પીરસવામાં આવે છે.

ઓપાક્યૂ કાફે: વેસ્ટ હોલિવુડમાં ઓપાક્યૂ કાફેમાં અંધારપટ કરીને રેસ્ટોરાંમાં ખાવાનું પીરસવામાં આવે છે. ડાઈનિંગ રૂમમાં અંધારૂ હોય છે અને જમવાનું પણ નેત્રહીન વેટર્સ દ્વારા પીરસવામાં આવે છે.

ટોક્યોના એક રેસ્ટોરાંમાં પુરૂષ વેટરો મહિલાના વેષમાં મહેમાનોને જમવાનું પીરસે છે. ત્યાં આ રેસ્ટોરાં બહુ જ ચર્ચિત છે.

હાર્ટ એટેક રેસ્ટોરાં: એરિઝોનામાં એક રેસ્ટોરાંને હોસ્પિટલનું લુક આપવામાં આવ્યુ છે. ત્યાં મળનારા બર્ગરનું નામ બાઈપાસ બર્ગરના છે, જે બહુ પસંદ કરવામાં આવે છે.

બેંગકોકના એક એકદમ જ અગલ રેસ્ટોરાં છે. આ રેસ્ટોરાંમાં સેક્સ સંબંધીત જાગૃત્તા ફેલાવા માટે વેટ કૉન્ડમની ટોપી માથા પર પહેરીને આવે છે.

બેલ્જિયમમાં ટ્રાફિકની ભીડ અને શહેરના શોરથી દૂર રેસ્ટોરાંમાં હવામાં જમવાનું પીરસવામાં આવે છે. વાસ્વમાં 50 મીટરના ટેબલ પર ફેલાયેલું આ રેસ્ટોરાંને ક્રેનના મદદથી હવામાં બનાવાયુ છે.

હર્બિનના આ ફેમસ રેસ્ટોરાંમાં ખાવાનું પીરસવાનું કામ પોબોટ કરે છે. રેસ્ટોરાંમાં આવનારા લોકોમાં વધારે પડતા બાળકોનો સમાવેશ થાય છે.

તાઈપીમાં સ્થિત એક રેસ્ટોરાંમાં બાર્બી થીમ લુક આપવામાં આવ્યુ છે. જોકે આ રેસ્ટોરાંને જાહેર જનતા માટે ખોલવામાં આવી નથી. મીડિયા પ્રીવ્યૂ દરમિયાન એક બાળકી રેસ્ટોરાંની અંદર બાર્બી ડોલ જોતી નજર આવી રહી છે.

બર્લિનમાં એક રેસ્ટોરાં ‘ડિનર ઈન દ સ્કાઈ’ ની અંતરગત હવામાં પોતાના મહેમાનોને લઝીઝ પકવાન પરસવામાં આવે છે. આ રેસ્ટોરાંને ક્રેનથી ઉઠાવવામાં આવી છે.

ચીન અજીબોગરીબ પરંતુ ટેકનોલોજીથી ભરપૂર રેસ્ટોરાંના મામલામાં સૌથી આગળ છે. A380 થીમ રેસ્ટોરાંમાં ઈંડાકાર શેપના ટેબલ ઉપર મહિલા મીડિયા સમક્ષ રેસ્ટોરાંની ઝલક દર્શાવી રહી છે.

અજબ! ચીનના શેનજેનમાં સ્થિત આ રેસ્ટોરાંમાં ટેબલ ટોયલેટ સીટ પર લોકો પત્તા રમતા દેખાઈ રહ્યા છે. આ રેસ્ટોરાંમાં આવનારા મહેમાનોને આ જ ટોયલેટ સીટ્સ પર જમવાનું આપવામાં આવે છે.

શેમયાંગ સ્થિત આ રેસ્ટોરાંમાં એક ટ્રેન કોચનું આકાર આપવામાં આવ્યુ છે.

You might also like