કાશ્મીરઃ જેલના કેદીઓનું પાક. કનેક્શન, મળ્યા 14 મોબાઇલ ફોન

જમ્મુઃ બારામુલા જેલમાં બંધ કેદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. આ મામલે જેલના કેટલાક અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ થઇ શકે છે. હાલ તો કેવી રીતે પ્રતિબંધીત સામાન અને મોબાઇલ જેલની અંદર ગયા તે અંગે તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ કાશ્મીરના બારામુલા જેલમાં છાપેમારી કરીને કેદીયો પાસેથી 14 મોબાઇલ ફોન પ્રાપ્ત કરવામાં આવ્યાં છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ છેલ્લાં થોડા મહિનામાં જેલની અંદર મોબાઇલ વપરાઇ રહ્યો હોવાની ફરિયાદ પ્રાપ્ત થઇ રહી હતી.

માહિતીના ઠોસ સબુત પ્રાપ્ત થતા જેલ સત્તાધિશોએ છાપેમારી કરી હતી. આ જેલમાં આતંકવાદી થતા પથ્થરમારાના આરોપસર પકડાયેલા કેદીઓને રાખવામાં આવ્યાં છે. જેમની પાસેથી મોબાઇલ પ્રાપ્ત થયા છે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનથી ઘાટીમાં હિંસા ભડકાવા માટેના દિશા નિર્દેશો મળતા હતા. પ્રશાસન આ મામલે હેરાન છે કે જેલ મેન્યુઅલ અનુસાર જેલ પરિસરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાય નહીં. મળતી માહિતી મુજબ જેલમાં હાજર અધિકારીઓ તથા સુરક્ષાકર્મીઓની મિલીભગતથી કેદીઓ પાસે મોબાઇલ પહોંચાડવામાં આવ્યાં છે. ત્યારે આવા અધિકારીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like