ફોન પર ડેબિટકાર્ડની વિગત અાપી ને ખાતામાંથી રૂ.૪૧ હજાર ઉપડી ગયા

અમદાવાદ: કોઇ પણ વ્યક્તિને પોલીસ ફરિયાદ કરવી હોય તો તેને અનેક વખત પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડતા હોય છે. આવો જ એક કડવો અનુભવ પીએફ ડિપાર્ટમેન્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરતા સરકારી કર્મચારીને થયો છે. આઇસીઆઇસીઆઇ બેન્કનાે કર્મચારી બોલું છું અને તમારા રૂપિયા પરત આવી જશે તેમ કહીને ડેબિટકાર્ડનો નંબર અને પિનનંબર જાણીને 36 હજાર રૂપિયાની છેતર‌િપંડી આચરી હોવાની ફરિયાદ નરોડા પોલીસે નોંધી છે. નવાઇની વાત એ છે કે નવેમ્બર-ર૦૧૬માં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં પોલીસે ૬ મહિના બાદ ફરિયાદ નોંધી છે.

નરોડા વિસ્તારમાં આવેલ શ્યામદીપ રોહાઉસમાં રહેતા અને પીએફ ઓફિસમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા સૂર્યકાંત ઇશ્વરલાલ વાઘેલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે. તા. 9 નવેમ્બર, 2016ના રોજ નરોડા ગેલેક્સી ખાતે આવેલ રિલાયન્સ ફ્રેશ મોલમાં સૂર્યકાંતભાઇ ખરીદી કરવા માટે ગયા હતા. ક્રેડિટકાર્ડ નહીં ચાલતાં ખરીદેલી વસ્તુઓ પરત આપી દીધી હતી. સૂર્યકાંતભાઇ ઘરે પરત આવ્યા ત્યારે 1400 રૂપિયા ક્રેડિટકાર્ડમાંથી ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો.

સૂર્યકાંતભાઇએ તા. 12-11-2016ના કોડથી આઇસીઆઇસીઆઇ બેન્કમાં ઓનલાઇન કમ્પલેન કરી હતી. તા. 13-11-2016ના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ સૂર્યકાંતભાઇ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા 1400 રૂપિયા પરત મળે તે માટે તમારી બેન્કની ‌િડટેઇલ અને ડે‌િબટકાર્ડનો નંબર અને પિનનંબર આપવો પડશે. નંબર આપતાંની થોડીક મિનિટોમાં સૂર્યકાંતભાઇના એકાઉન્ટમાંથી 41 હજાર રૂપિયા ડે‌િબટ થઇ ગયા હતા. ત્યારબાદ 4719 રૂપિયા સૂર્યકાંતભાઇના એકાઉન્ટમાં પરત જમા થઇ ગયા હતા, જોકે 36 હજાર રૂપિયા જમા નહીં થતાં તેમણે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં છેંતર‌િપંડી થઇ હોવાની અરજી આપી હતી. સૂર્યકાંતભાઇએ 6 મહિના પહેલાં નરોડા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં ગઇ કાલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like