“ફોબિયા” એક યુવતીની અનોખી કહાની

રાધિકા અાપ્ટે અભિનીત ‘ફોબિયા‘ ફિલ્મમાં મહેક નામની એક યુવતીની વાત છે. મહેકના મનમાં કોઈ વાતને લઈને એવો ડર પેસી જાય છે કે તે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે છે. મહેક એવું ધારી લેશે કે જો તે ઘરની બહાર નીકળશે તો તેની સાથે ફરીથી એવી ઘટના ઘટશે. અા બધા વચ્ચે તે પોતાની જાતને એક ઘરમાં બંધ કરી દે છે. સંજોગોના કારણે મહેકને ઘર બદલવું પડે છે, પરંતુ તેની લાઈફમાં પરિવર્તન અાવે છે. અા નવા ઘરમાં તેને ઘરની અંદર પણ ડર લાગવા લાગે છે. તેનો અા ડર ખોટો પણ નથી. તેના ઘરમાં વિચિત્ર પ્રકારના બનાવો બની રહ્યા છે. મહેકને જિંદગી નરક જેવી લાગે છે. ફોબિયા સાઈકો થ્રિલર છે અને સત્ય ઘટના પર અાધારિત છે.

You might also like