મમતાના મંત્રી ફિરહાદનું વિવાદિત નિવેદન, કોલકત્તાના આ વિસ્તારને ગણાવ્યું “મિની પાકિસ્તાન”!

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં પાંચમા ચરણના મતદાન પહેલા બંગાળ સરકારના મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઇને મમતા સરકારને સકંજામાં લેવાનો મુદ્દો વિવિધ પક્ષને મળી ગયો છે. મંત્રી ફિરહાદ હકીમે પાકિસ્તાની સમાચારપત્ર “ધ ડોન” સાથે વાતચીત દરમ્યાન કોલકતાના એક વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવ્યું છે. હકિમે ધ ડોનની રિપોર્ટર મહિલા હામિદ સિદ્દીકી સાથે વાતચીત કરી. જેમાં તેમણે જણાવ્યું છે કે 24 પરગણા જિલ્લામાં વિધાનસભા ક્ષેત્રનું ગાર્ડન રીચ મિની પાકિસ્તાન છે. મંત્રીએ રિપોર્ટર સાથે ગાર્ડન રીચ વિસ્તારમાં રેલી દરમ્યાન આ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેમે મારી સાથે આવો હું તમને કોલકત્તામાં મિની પાકિસ્તાનમાં લઇ જવું.

પછી આપી સ્પષ્ટતાઃ પોતે આપેલા નિવેદનમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે સાંપ્રદાયિક તણાવ વધારવાની કોશિષ કરવામાં ન આવે. હું આ મુદ્દે વધારે કાંઇ નહીં કઉં. જો પીએમ મોદી પાકિસ્તાન જઇ શકે અને જો હું કોઇને મિની પાકિસ્તાન કહી દઉં તો તેમાં શું ફર્ક પડી જાય છે?

સિલાઇ ઉદ્યોગનું કેન્દ્ર છે ગાર્ડન રીચઃ તો આ મામલે વિવિધ પાર્ટીઓએ નિંદા કરી છે. બીજેપીએ આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. સીપીએમના હન્ના મુલ્લાએ કહ્યું કે આ એક નિંદનીય બાબત છે. આ વિસ્તાર સિલાઇ ઉદ્યોગનો છે. વધારે પડતી હિંદી ભાષી વસ્તી અહીં વસે છે. આ વિસ્તાર તેના સાંસ્કૃતિક વિરાસત માટે ઓળખાય છે. હાલમાં જ ટીએમસીએ તેમના અપરાધિઓને પણ અહીં જ શરણ આપી હતી.

You might also like