દક્ષિણી ચીન સાગર પર ચીનનો કોઇ અધિકાર નથી: આંતરરાષ્ટ્રીય કોર્ટ

હેગ: દક્ષિણી ચીન સાગર (સાઉથ ચાઇના સી)માં ચીનના અધિકારવાળા ક્ષેત્રને ફિલીપિન્સ દ્વારા પડકાર ફેંક્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પંચાટે મંગળવારે પોતાના ફેંસલામાં સ્પષ્ટ કરી દીધું છે કે ચીનનો આ સાગર પર કોઇ પ્રકારનો ‘કોઇ ઐતિહાસિક અધિકાર’ નથી.

દક્ષિણી ચીન સાગરને ચીન પોતાનો ‘વિસ્તાર’ સમજે છે, જ્યાં તે મનસ્વી શાસન ચલાવી શકે છે, અને જ્યાં તેની સતત વધતી નૌસૈન્યશક્તિ કોઇપણ પ્રકારના વિધ્ન વિના અવર-જવર કરી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે હેગ સ્થિત પાંચ-સભ્યોની પંચાટના ફેંસલા વિરૂદ્ધ અપીલ કરી ન શકાય, જો કે આ ફેંસલાને મનાવવો તેના માટે શક્ય નથી, અને તેના પાલન સંબંધિત પક્ષોની ઇચ્છા પર નિર્ભર કરે છે. ચીન શરૂઆતથી જ આ પંચાટને ગેરકાયદેસર ગણાવી રહ્યું ચેહ અને પંચાટની કાર્યવાહીનો પણ બહિષ્કાર કરતું રહ્યું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન ક્યારેય પોતાની સંપ્રભુતા સાથે બાંધછોડ નહી કરે. અને ચેતાવણી આપી છે કે તેમનો ‘દેશ મુસીબઓથી ડરતો નથી’. જો કે હાલમાં સ્પષ્ટ નથી કે ચીન આ મુદ્દે કેટલી કડકાઇપૂર્વક પ્રતિક્રિયા આપશે.

You might also like