ફિલીપીન્સનાં રાષ્ટ્રપતિએ બરાક ઓબામાને જાહેરમાં ગાળો ભાંડી

મનીલા : ડ્રગ્સ વિર્ધ ચલાવાઇ રહેલા પોતાનાં અભિયાન અને અન્ય કેટલાક કારણોથી વિવાદોમાં ઘેરાયેલા ફિલીપીન્સનાં રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તેએ એકવાર ફરીથી વિવાદ પેદા કર્યો છે. આ વખતે તેમણે બીજા કોઇને નહી પરંતુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અડફેટે લીધા છે. તેમણે બરાક ઓબામાને માંની ગાળ આપી છે.

રોડ્રિગોએ સોમવારે ઓબામાને ….નો પુત્ર કહીને ચેતવણી આપી કે જ્યારે તે લાઓસમાં મળે તો તેને માનવાધિકાર અંગે લેક્ચર ન આપે. વાત જાણે એમ છે કે તુતર્તેને તે ચિંતા સતાવી રહી છે કે જ્યારે તેઓ લાઓસમાં ઓબામાને મળશે તો અમેરિકન રાષ્ટ્રપતિ ફિલીપીન્સમાં ડ્રગ્સની વિરુદ્ધ ચલાવાઇ રહેલા અભિયાન મુદ્દે તેને સવાલ પુછી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં માત્ર બે મહિનાની અંદર 2400થી વધારે લોકોને ઠાર કરવામાં આવી ચુક્યા છે.

લાઓસ જતા પહેલા દુતર્તેએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, તમારે શિષ્ટ બનવું પડશે. માત્ર સવાલ અને નિવેદનો ન ઉછાળશો. ……નાં પુત્ર હું તને ફોરમમાં ધિક્કારીશ. જો તે મારી સાથે એવું કર્યું તો સુવરોની જેમ તમે કિચ્ચડમાં આળોટશો.

લાઓસમાં મંગળવારે આસિયાન (એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન) ની તરફથી વૈશ્વિક નેતાઓનું એક સંમેલન આયોજીત કરવામાં આવી રહ્યું છે. આ સંમેલન ઉપરાંત ઓબામાં અને દુતર્તેની દ્વિપક્ષીય ચર્ચા પણ યોજાવાની છે. જો કે દુતર્તેનાં આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચર્ચા થાય કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

You might also like