ઓબામાને ગાળ આપનાર ફિલીપીંસનાં રાષ્ટ્રપતિએ માંગી માફી

મનીલા : ફિલીપીંસનાં રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને નિશાન બનાવીને અપશબ્દો કહ્યા હતા. સોમવારે તેણે ઓબામાને માની ગાળ આપતા શબ્દો વાપર્યા હતા. જો કે આજે તેણે પોતાની ભુલનો અહેસાસ થયો હોય તે રીતે યુ ટર્ન મારીને માફી માંગી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાઓસમાં યોજાનારી બેઠક પહેલા દુર્તેતે કહ્યું કે બેઠકમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ ચલાવેલા અભિયાન અંગે લાંબો લેક્ચર આપવાની ઓબામાએ કોઇ જરૂર નથી. જો કે હવે તેણે પોતાની ભુલનો અહેસાસ થતા માફી માંગી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે આ ઘઠના બાદ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફિલીપીંસનાં રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ડેની સાથેની પોતાની પ્રસ્તાવિત બેઠક રદ્દ કરી દીધી છે.

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઓબામાં ફિલીપીંસનાં રાષ્ટ્રપતિ ટુટર્ડે સાથે દ્વિપક્ષીય ચર્ચા નહી કરે. ડુટર્ટેની સાથે દ્વિપક્ષીય ચર્ચાનાં બદલે ઓબામાં મંગળવારે બપોરે ગણરાજ્યનાં રાષ્ટ્રપતિ પાર્ક સાથે મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છેકે, લાઓસ રવાનાં થતા પહેલા આ અંગે પત્રકારોનાં સવાલનો જવાબ આપતા દુર્તેતે કહ્યું કે આપણે એક બીજાનું સન્માન આપવું પડશે. કોઇ પણ પ્રકારનાં સવાલ કે નિવેદનબાજી ન કરવી જોઇએ. જો કોઇએ ….નાં પુત્રવાળું નિવેદન અંગે સવાલ કર્યો તો હું તેને મુંહતોડ જવાબ આપીશ. આ દરમિયાન તેમણે તસ્કરોની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવતા અન્ય આલોચકોનાં માટે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

You might also like