કાશ્મીરમાં મોટો ફિદાઈન હુમલોઃ સાત-આઠ આતંકવાદી ઘૂસ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સાતથી આઠ ફિદાઈન હુમલાખોરોએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો છે. આતંકવાદીઓ મોડી રાત્રે સીમા પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા અને સેનાના કેમ્પ પર હુમલો કર્યો.

હુમલા બાદ તરત જ સેનાના જવાનોએ મોરચો સંભાળી લીધો અને હુમલાખોરોના ફાયરિંગનો જવાબ આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદથી બંને તરફ ગોળીબાર ચાલુ છે.
સેના તરફથી આ અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. ઓપરેશન પૂરું થયા બાદ સેના આ અંગે જાણકારી આપશે.

આ ઘટના બોર્ડર ઉપરના તેગધાર વિસ્તારમાં થઈ. જે સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં દેશના બાકી ભાગોથી અલગ રહે છે. બરફવર્ષાને કારણે અહીં અવરજવરના રસ્તાઓ પણ બંધ હોય છે. તેથી આ સમય દરમિયાન આતંકવાદી અહીં ઘૂસવાના પ્રયત્નો કરતા રહે છે.

છેલ્લા થોડા દિવસથી સૂચના આવે છે કે સીમા પારથી કેટલાક આતંકીઓ ભારતીય ક્ષેત્રમાં ઘૂસવામાં સફળ થઈ ચૂક્યા છે. સેના આ આતંકવાદીઓની શોધમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. મંગળવારે મોડી રાત્રે આતંકીઓએ ગોરખા રાઈફલ્સથી યુનિટ પર હુમલો કર્યો.

હુમલાખોરોના ઈરાદાઓ જોતાં તેઓ ફિદાઈન આતંકી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સેનાએ પણ તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. બંને તરફથી જબરદસ્ત ગોળીબાર ચાલુ છે.

You might also like