ફાર્માસ્યુટિકલ કંપનીના શેર પ્રેશરમાં

અમદાવાદ: પાછલા કેટલાક સમયથી શેરબજારમાં ભલે સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હોય, પરંતુ ફાર્માસ્યુટિકલ કંપનીના શેર પ્રેશરમાં રહ્યા છે. અમેરિકી બજારમાં કીમતો પરના પ્રેશરની અસર સ્થાનિક બજાર ઉપર પણ પડી રહી છે. સન ફાર્માની અમેરિકી સહાયક કંપની ટારો ફાર્મા કંપનીની ચોખ્ખી આવકમાં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગઇ કાલે સન ફાર્મા કંપનીનો શેર છેલ્લે ૪.૩૩ ટકાના ઘટાડે ૬૧૨.૫૫ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બીએસઇના હેલ્થકેર ઇન્ડેક્સમાં પણ ગઇ કાલે ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. કેટલીય કંપનીના શેર પર સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયેલી જોવા મળ્યા હતા. ચાલુ વર્ષે નિફ્ટી ફાર્માસ્યુટિકલ ઇન્ડેક્સમાં છ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. તો બીજી બાજુ શેરબજારમાં ૧૫ ટકાનો સુધારો નોંધાયો છે.

ક્રેડિટ સુઇસના તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં પાછલા એક વર્ષમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો વધી શકે છે, જેના કારણે તેના રેટિંગમાં પણ વધુ ઘટાડો આવી શકે છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાંના કારણે સ્થાનિક મોરચે દવાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે માર્જિન ઘટી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ફાર્મા કંપનીના શેર તૂટ્યા છે.

ફાર્મા કંપનીના આ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ જોવાયા
ઓરબિન્દો ફાર્મા રૂ. ૫૩૯.૧૦
ડેવિસ લેબ્સ રૂ. ૫૭૩.૦૦
ગ્લેક્સો સ્મિથક્લાઇન રૂ. ૨,૩૯૫.૦૦
ગ્લેનમાર્ક રૂ. ૬૪૯.૦૦
લ્યુપિન રૂ. ૧,૨૩૧.૫૦
લાયકા લેબ્સ રૂ. ૪૫.૦૦

http://sambhaavnews.com/

You might also like