ફાર્માસ્યુટિકલ શેરમાં સુધારો નોંધાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૫૫ પોઇન્ટના સુધારે ૨૭,૨૨૧, જ્યારે એનએસઇ નિફ્ટી ત્રણ પોઇન્ટના સુધારે ૮,૩૩૮ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવાઇ હતી. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં ઘટાડે જોરદાર લેવાલી જોવાઇ હતી.

આજે શરૂઆતે ડો. રેડ્ડીઝ, સન ફાર્મા કંપનીના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે આઇટીસી, એચડીએફસી, લાર્સન એન્ડ ટુબ્રો, હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી. તો બીજી બાજુ ટીસીએસ, બજાજ ઓટો, રિલાયન્સ અને એનટીપીસી કંપનીના શેર તૂટ્યા હતા.મિડકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૨ ટકા, જ્યારે સ્મોલકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

ફાર્માસ્યુટિકલ શેરમાં જોવાયેલો ઉછાળો
ડો. રેડ્ડીઝ લેબ્સ     ૧.૬૩ ટકા
સન ફાર્મા              ૧.૦૬ ટકા
સિપ્લા                   ૦.૫૩ ટકા
લ્યુપિન                  ૦.૧૯ ટકા

You might also like