ફાર્મા શેર ICUમાંથી બહારઃ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી, જોકે પાછળથી તુરત વેચવાલી નોંધાઈ હતી. બીએસઇ સેન્સેક્સ ૧૭૨ પોઇન્ટના ઘટાડે ૩૨,૨૨૭, જ્યારે એનએસઇ નિફટી ૬૧ પોઇન્ટના સુધારે ૧૦,૦૭૯ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં મજબૂત સુધારો નોંધાતો જોવા મળ્યો હતો એટલું જ નહીં, મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, સન ફાર્મા કંપનીના શેરમાં એક ટકાથી ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે ટાટા સ્ટીલ, હીરો મોટો કોર્પ, એચડીએફસી, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૦.૪૦ ટકાથી ૦.૭૫ ટકાનો સુધારો જોવાયો હતો તો બીજી બાજુ કોલ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભારતી એરટેલ કંપનીના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા.
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખતાં તેની અસર શેરબજાર ઉપર નોંધાઈ હતી.

ટ્રાઈના નિર્ણયના પગલે રિલાયન્સ ઊછળ્યો
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જિસ-આઇયુસી ૧૪ પૈસાથી ઘટાડીને છ પૈસા પ્રતિમિનિટ કરતાં તેનો સીધો ફાયદો રિલાયન્સ જિઓને થશે. કંપનીને એક અંદાજ મુજબ રૂ. ૫,૦૦૦ કરોડની બચત થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ગઇ કાલે રિલાયન્સ કંપનીનો શેર ૦.૮૫ ટકાના સુધારે રૂ.૮૪૭.૧૦ની સપાટીએ બંધ જોવાયો હતો. મંગળવારે છેલ્લે રૂ.૮૪૦ની સપાટીએ બંધ થયો હતો. આજે પણ રિલાયન્સ સુધારે ખૂલ્યો હતો. આજે શરૂઆતે રૂ. ૮૫૧ની સપાટીએ જોવાયો હતો, જોકે પાછળથી પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઈ હતી.

ફાર્મા શેરમાં સુધારો
ડો. રેડ્ડીઝ લેબ્સ ૩.૦૨ ટકા
સિપ્લા ૧.૬૭ ટકા
સન ફાર્મા ૧.૩૦ ટકા
લ્યુપિન ૧.૧૮ ટકા

ચીનથી આયાત થતા ટાયર પર એ‌ન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી
ચીનથી આયાત થતાં બસ અને ટ્રકનાં ટાયર પર એ‌િન્ટ-ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવતાં ટાયર કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઈ હતી.
કંપનીનું નામ ટકાવારીમાં ઉછાળો
જેકે ટાયર ૦.૨૨ ટકા
એમઆરએફ ૦.૨૫ ટકા
સિયેટ ૦.૫૫ ટકા
ટીવીએસ શ્રીચક્ર ૧.૫૭ ટકા

You might also like