ફાર્મા સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમો હળવા કરાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમોમાં રાહત આપવાની તૈયારી કરી રહી છે, જેનો પ્રસ્તાવ નાણાં વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. નાણાં વિભાગ અનુસાર ૪૯ ટકા સુધી એફડીઆઇ-ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિક રૂટ દ્વારા આવી શકશે.
તેના કરતા વધુના વિદેશી મૂડીરોકાણ માટે એફઆઇપીબીની મંજૂરી લેવી પડશે. આ નિયમ વર્તમાન ફાર્મા કંપનીના નવા ઉત્પાદનો પર લાગુ થશે.

નાણાં વિભાગની સાથે ઔદ્યિગક નીતિ તથા ડીઆઇપીપી વિભાગ પણ આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. નાણાં વિભાગને આ પ્રસ્તાવના પગલે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં મોટા પ્રમાણમાં ડાયરેક્ટ વિદેશી રોકાણ આવે તેવી સંભાવના છે. નાણાં વિભાગનું માનવું છે કે એફડીઆઇની છૂટ આપવાના કારણે મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં હાલ ઊંચા ભાવની સર્વિસ મળી રહી છે તેમાં રાહત મળી શકશે.

You might also like