ભાજપના ૩૧ ધારાસભ્યોએ કરોડોની સંપતિ છતાં સબસિડી જાળવી રાખી!!

અમદાવાદ : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજના સુખી સંપન્ન વર્ગને એલપીજી ગેસ સિલેન્ડરની સબસિડીને છોડવાનું આહ્વાન કરે છે. વિદેશોમાં ભારતીય સમુદાય સમક્ષ પોતાના આહ્વવાનને માન આપીને કેટલા લોકોએ કરોડની સબસિડી છોડી તેનો આંકડાકીય માહિતી આપે છે બીજી તરફ ભાજપના અમદાવાદના નરોડાના ધારાસભ્ય ડો. નિર્મલા વાઘવાની જેના ધારાસભ્યોએ એલપીજી ગેસ સિલેન્ડરની સબસિડી ન છોડતા વિવાદોમાં આવ્યાં છે.

અમદાવાદના નરોડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ડો. નિર્મલા વાઘવાની પાસે રૂ. ૩.૫૧ કરોડની સંપત્તિ છે તેમ છતાં તેઓ એલપીજી ગેસ સિલેન્ડરની સબસિડી ભોગવી રહ્યા છે. રાજુલાના હીરાભાઈ સોલંકી, ભૂજના ડો. નિમાબહેન આચાર્ય, દ્વારકાના પ્રભુભા માણેક પાસે તો ૩૦ કરોડથી વધુની એટલે કે અધધ કહેવાય તેવી સંપત્તિ છે. તેમ છતાં આ મહાનુભાવો પણ સબસિડીનો લાભ મેળવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હીરાભાઈ સોલંકી પાસે રૂ. ૩૪.૮૧ કરોડ, ડો. નિમાબહેન આચાર્ય પાસે રૂ. ૩૪.૬૪ કરોડ, પ્રભુભા માણેક પાસે રૂ. ૩૧.૮૬ કરોડની સંપત્તિ હોવા છતાં એલપીજી ગેસ સિલેન્ડરની સબસિડી છોડી ન હોઈ વિવાદગ્રસ્ત બન્યા છે. ભાજપના અન્ય ધારાસભ્યો પૈકી લાઠીના બાવકુ ઉઘાડ પાસે રૂ. ૮.૪૭ કરોડ, ખેરાલુના ભરતસિંહ ડાભી પાસે રૂ. ૪.૬૯ કરોડ, ધંધુકાના લાલજીભાઈ કોળી પાસે રૂ. ૩.૦૭ કરોડ, મોરબીના કાંતિલાલ અમૃતિયા પાસે રૂ. ૨.૯૨ કરોડ, મહુવાના મોહન સોડિયા પાસે રૂ. ૨.૩૫ કરોડ તેમજ શહેરાના જેઠાભાઈ ભરવાડ રૂ. ૨.૧૮ કરોડની સંપત્તિ ધરાવે છે. પરંતુ આ તમામ ધારાસભ્યો એલપીજી ગેસ સિલેન્ડરની સબસિડીનો લાભ ઉઠાવી રહેલ છે.

ભાજપના ઓછામાં ઓછા દસ ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન તેમજ પોતો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા હોવા છતાં સબસિડી જાળવી રાખીને નવો વિવાદ ઊભો કર્યો છે.

You might also like