૭૦ ટકા કર્મચારી PFમાં નાણાં રાખવા ઇચ્છતા નથી

નવી દિલ્હી: માસિક રોજબરોજના વધતા ખર્ચ સામે પગાર પણ ઓછો પડતાં તથા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી નાણાંનો ઉપાડ કરવાની અત્યંત જટિલ પ્રક્રિયાના કારણે ૭૦ ટકા કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં નાણાં જમા કરાવવા ઇચ્છતા નથી. આર્થિક સમીક્ષા ૨૦૧૫-૧૬માં એક સર્વેક્ષણના રિપોર્ટમાં કહ્યું છે કે માત્ર ૩૦ ટકા કર્મચારી જ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડમાં નાણાં જમા કરાવવા ઇચ્છે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ વિભાગમાં કર્મચારીને પોતાના જ નાણાંનો ઉપાડ કરવા માટે જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં અડધાથી વધુ ખાતાં નિષ્ક્રિય છે. સર્વેના અહેવાલમાં જણાવ્યું છે કે નિષ્ક્રિય ખાતામાં રૂ. ૪૪,૦૦૦ કરોડથી વધુ નાણાં પડેલાં છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે જે કર્મચારી વારંવાર નોકરી બદલે છે તેઓને પ્રોવિડન્ટ ફંડમાં નાણાંનો ઉપાડ
કરવામાં વધુ મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

You might also like