પેસિવ સ્મોકિંગથી પાળતું પ્રાણીઓને પણ કેન્સર થઈ શકે

ધુમ્રપાન કરતી વ્યક્તિ તમાકુનો ઝેરી ધુમાડો બહાર ફેંકે ત્યારે એ ધુમાડો અાસપાસમાં રહેલી વ્યક્તિના શ્વાસમાં જાય છે. અા રીતે થતું પેસિવ સ્મોકિંગ પણ એટલું જ ખતરનાક નિવડે છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે એક એડવાઈઝરી બહાર પાડીને કહ્યું છે કે નિકોટીનયુક્ત ધુમાડાની અસર તેમના સ્વજનો ઉપરાંત પાળતું પ્રાણીઓ પર પણ એટલી જ ગંભીર રીતે થાય છે. ઘરમાં રહેલા ડોગ, બિલાડી, ગીની પીગ કે માછલીઓને પણ અા ધુમાડાથી કેન્સરથી લઈને હૃદય કે ફેફસાંની બિમારી થવાની શક્યતાઓ છે.

http://sambhaavnews.com/

You might also like