શરૂઆતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ GSTમાં નહીં આવે

નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલ સહિત સંલગ્ન પેટ્રોલિયમ પ્રોડક્ટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં શરૂઆતમાં સામેલ કરવામાં આવશે નહીં. કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ શરૂઆતે જીએસટી માળખામાં સામેલ કરવામાં આવશે નહીં, પરંતુ થોડા સમય બાદ બંધારણની દૃષ્ટિએ તેને જીએસટીના માળખામાં સામેલ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે કાઉન્સિલ એ અંગેનો નિર્ણય કરશે કે પેટ્રો પ્રોડક્ટ કેટલો લાંબો સમય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી બહાર રખાશે. જીએસટીના અમલ પછી પણ પેટ્રોલ ડીઝલ સહિત વિવિધ પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કેન્દ્ર અને રાજ્યોમાં ટેક્સ લાગુ પડશે. દરમિયાન તેમણે જણાવ્યું છે કે નાણા પ્રધાન અરુણ જેટલીએ જીએસટી બિલને ઝડપથી પસાર થવાની આશા વ્યક્ત કરી છે. સુધારા બિલને મંજૂરી મળે તેના પર જીએસટીની અમલવારીનો આધાર છે. તેમણે જણાવ્યું કે જીએસટીના કારણે સમગ્ર દેશમાં એકસમાન ટેક્સ માળખું આવશે.

You might also like