શુક્રવારે પેટ્રોલ પંપ બંધ રહેશેઃ પેટ્રોલ ડીલરો હડતાળ પાડવાની તૈયારીમાં

નવી દિલ્હી: યુનાઈટેડ પેટ્રોલિયમ ફ્રન્ટ (યુપીએફ)એ પેટ્રોલ પંપ ડીલરો તરફથી રાષ્ટ્રીય સ્તરે હડતાળ પર જવાની જાહેરાત કરી છે, જેમાં ડીલરો ૧ર ઓક્ટોબરની મધરાતથી ર૪ કલાક માટે પેટ્રોલ પંપ બંધ રાખશે. તેમણે હડતાળની યોજના એટલા માટે બનાવી છે કે જેના કારણે વેપાર વિસંગતતાઓમાં સુધારા સહિત તેમની માગણીને સ્વીકારવા માટે સરકાર પર દબાણ કરી શકાય..

યુપીએફનું કહેવું છે કે જો સરકાર તેમની માગણીઓને ધ્યાનમાં નહિ લે તો તેઓ ર૭ ઓક્ટોબરથી ખરીદ અને વેચાણ માટે અચોક્કસ મુદતની હડતાળ પર જશે અને આ હડતાળ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી વેપારની વિસંગતતા દૂર કરવામાં નહિ આવે. પત્રકારો સાથે વાત કરતાં ઓલ કર્ણાટક ફ્રન્ટ ઓફ પેટ્રોલિયમ ટ્રેડર્સ બી. આર. રવીન્દ્રનાથે જણાવ્યું કે તેલ વિપણન કંપનીઓ (ઓએમસી) મુદ્દાનો ઉકેલ લાવવા માટે તેવી માગણીને પૂરી કરવા માટે આગળ આવે, જે ગત વર્ષે ૪ નવેમ્બરે સહમત થયા હતા પણ તે બાબતે ઉત્સુક ન હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે તેલ વિપણન કંપનીઓ રોકાણના પરત અંગે સંશોધન દર છ મહિનામાં ડીલર માર્જિનના સંશોધન, કર્મચારીઓની આવશ્યકતાઓ, ખોટમાં જઈ રહેલી પેટ્રોલિયમ ચીજોના તાજા અભ્યાસ અને ઉત્પાદન પરિવહન જેવા મુદ્દા અને સાધનો વિનાના એથેનોલના બ્લેન્ડિંગ સંબંધી મુદ્દાને હલ કરવા અંગે સહમત થયા હતા ત્યારે પેટ્રોલિયમ ડીલરોનું કહેવું છે કે વિપણન અનુશાસન દિશા-નિર્દેશ (એમડીજી)માં તાજેતરમાં થયેલાં સંશોધન બે લાખ સુધીના ડીલરોને દંડિત કરવા માટે મન‌િસ્વતા ચલાવે છે તે યોગ્ય નથી.

ટ્રકની હડતાળ સમાપ્ત
દરમિયાન ટ્રક માલિકોએ પાડેલી બે દિવસીય હડતાળનો ગઈ કાલે અંત આવ્યો છે. હડતાળનું નેતૃત્વ કરનારા સંગઠન એઆઈએમટીસીએ જણાવ્યું કે સરકાર જો તેમની માગ નહિ સ્વીકારે તો દિવાળી બાદ ફરી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.

You might also like