8 રાજ્યોનાં પેટ્રોલપંપ રવિવારે રહેશે બંધ, 150 કરોડનું નુકસાન

ચેન્નાઇ : 14મી મેથી આઠ રાજ્યોમાં પેટ્રોલ પંપ દરેક રવિવારે બંધ રહેશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મનની વાત રેડિયો કાર્યક્રમમાં કરવામાં આવેલી તે અપીલને જોતા નિર્ણય લીધો છે. જેમાં તેમણે તેલ બચાવવા માટે દેશનાં લોકોને એક દિવસ પેટ્રોલ – ડિઝલનો ઉપયોગ ન કરવાની વાત કરી હતી. પેટ્રોલ પંપ ડીલર્સનાં એક સંગઠને જણાવ્યું કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પુંડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને હરિયાણાનાં 20 હજાર પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંધ રહેશે.

ભારતીય પેટ્રોલિયમ ડીલર્સ એસોસિેશન એક્ઝિક્યુટીવ કમિટીનાં સભ્ય સુરેશ કુમારે કહ્યું કે, કેટલાક વર્ષ પહેલા અમે નક્કી કર્યું હતું કે દર રવિવારે અમે પેટ્રોલ પંપ બંધ રાખશે પરંતુ તેલ કંપનીઓને તે સમયે અમારા નિર્ણય અંગે પુનર્વિચાર કરવા માટે કહ્યું હતુ, જેનાં કારણે નિર્ણય અમલમાં ન લાવી શકાય, પરંતુ હવે અમે પેટ્રોલ પંપોનો રવિવારે બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે.

કુમારે કહ્યું કે એસોસિએશનનો આ નિર્ણય વડાપ્રધાન મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં તેલની બચત કરવાની અપીલને જોતા કહ્યું છે. વડાપ્રધાને પર્યાવરણ બચાવવા માટે એક દિવસ દેશવાસીઓને પેટ્રોલ – ડિઝલના ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનાં ઉપાધ્યક્ષ કુમારે જણાવ્યું કે 14 મેથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને હરિયાણાનાં લગભગ 20 પેટ્રોલ પંપ પર રવિવારે 24 કલાક બંધ રહેશે.

You might also like