૧૬ જૂૂનથી હડતાળની પેટ્રોલ પમ્પ એસોસિએશનની ધમકી

નવી દિલ્હી: દેશમાં આમ જનતાથી લઇને પેટ્રોલ પમ્પના માલિક અને ઓઇલ ઇન્ડસ્ટ્રી ૧૬ જૂૂનથી એવો બદલાવ જોનાર છે જે અભૂતપૂર્વ છે. ૧૬ જૂન બાદ પેટ્રોલની કિંમતો દર ર૪ કલાકે બદલાતી રહેશે, પરંતુ પેટ્રોલ પમ્પના માલિકો આ બદલાવ માટે કોઇ પણ ભોગે તૈયાર નથી અને તેમણે આ નિર્ણયને કોઇ પણ જાતની તૈયારી વગર લેવામાં આવેલ નોટબંધી જેવો નિર્ણય ગણાવ્યો છે.

પેટ્રોલ પંપ એસોસિએશને હડતાળની ધમકી આપી છે. એસોસિએશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની ચિંતાઓનુું નક્કર સમાધાન નહીં આવે ત્યાં સુધી જો આ નિર્ણયનો અમલ કરવામાં આવશે તો ૧૬ જૂનથી મેન્યુઅલ પેટ્રોલ પમ્પના માલિકોને હડતાળ પર જવાની ફરજ પડશે અને આવા સંજોગોમાં ઓટોમેટેડ પેટ્રોલ પમ્પ પણ તેમને સાથ આપશે.

પેટ્રોલ પમ્પના માલિકોઅે આ મામલે ઓઇલ ઇન્ડસ્ટ્રી સાથે એક બેઠક પણ યોજી છે. પેટ્રોલ પમ્પ માલિક એસોસિયેશનના અધ્યક્ષ અજય બંસલે જણાવ્યું હતું કે દેશભરના તમામ પમ્પ પૂર્ણપણે ઓટોમેશન પર ન આવે ત્યાં સુધી આ પગલું ઘાતક ગણાશે.

તેમણે જણાવ્યું હતુું કે મેન્યુઅલી મશીનમાં નવા રેટ નાખવાની પ્રક્રિયામાં એક કલાક લાગે છે. હવે કલ્પના કરો કે જે લોકો રાત્રે ૧૧-પ૦ કલાકે પેટ્રોલ ભરાવવા આવશે કે જેમાં મોટા ભાગના ડીઝલ લેનાર ટ્રક ચાલકો હોય છે તેઓ એક દિવસ અગાઉના રેટ પર ડીઝલ માગશે, જ્યારે રેટ બદલાઇ ચૂકયો હશે તેના પરિણામે પેટ્રોલ પમ્પ પર દરરોજ ઝઘડા થશે.

એસોસિયેશનનું કહેવું છે કે જ્યાં સુધી તમામ પેટ્રોલ પમ્પ સંપૂર્ણપણે કમ્પ્યૂટરાઇઝડ ન થાય અને સીધા કંપનીના સર્વર સાથે ન જોડાય ત્યાં સુધી આમ કરવું યોગ્ય નથી. તેમાં કેટલો સમય લાગશે તેવું પૂછતાં બંસલે જણાવ્યું હતું કે દેશમાં કુલ પ૬,૦૦૦ પેટ્રોલ પમ્પ છે અને તેમાંથી માત્ર ૧૦,૦૦૦ પેટ્રોલ પમ્પ સંપૂર્ણત ઓટોમેટેડ છે. જ્યારે બાકીના ૪૩,૦૦૦ પેટ્રોલ પમ્પને સંપૂર્ણપણે ઓટોમેટેડ કરતાં ઘણો સમય લાગશે.
http://sambhaavnews.com/

You might also like