વસ્ત્રાપુરના પેટ્રોલ પમ્પ પર ગેસ લીકેજ થતાં અફરાતફરી

અમદાવાદ: શહેરના વસ્રાપુર વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલ પમ્પ પર ગેસ લીકેજ થતાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં બે મિની ફાઇટર તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું જાણવા મળે છે.

ફાયર બ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યાનુસાર વસ્ત્રાપુર જજીસ બંગલો રોડ પર આવેલા ભારત પેટ્રોલ પમ્પ પર સીએનજી ગેસનું પમ્પિંગ સ્ટેશન છે. સીએનજી ગેસ ભરેલા બાટલા પેટ્રોલ પમ્પ ઉપર હતા. તેમાંથી અેક બાટલામાંથી ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજ થતાં પેટ્રોલ તેમજ ગેસ પુરાવવા આવેલા વાહન ચાલકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરના બે મિની ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.

You might also like