પેટ્રોલ પંપ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર કેશનાં હજુ ઠેકાણા નથી

અમદાવાદ: પેટ્રોલ પંપ ઉપરથી તારીખ 24 નવેમ્બરથી લોકો ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને રૂપિયા બે હજારની કેશનો ઉપાડ કરી શકશે તેવી જાહેરાત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરી હતી, જોકે પેટ્રોલ પંપ પર હજુ કોઈ વ્યવસ્થા નહીં હોવાનું પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું હતું ત્યારે આવતી કાલથી શહેરના પેટ્રોલ પંપ પર ડે‌િબટ કાર્ડ કે ક્રે‌િડટ કાર્ડ સ્વાઇપ કરીને 2 હજાર રૂપિયા મળશે તેના પર શંકાનાં વાદળો છવાયાં છે.

રૂ. 500 અને 1000ની નોટો ચલણમાંથી રદ થયા બાદ લોકોની એટીએમમાંથી નવી નોટો લેવા માટેની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે લોકો પેટ્રોલ પંપ ઉપરથી ડે‌િબટ કાર્ડ અને ક્રે‌િડટ કાર્ડ સ્વાઇપ કરીને રૂપિયા ઉપાડી શકે તેવી જાહેરાત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરી હતી. 24 નવેમ્બરથી એસબીઆઇના પીઓએસ મશીનમાંથી બે હજાર રૂપિયા ઉપાડી શકાશે તેવી જાહેરાત કરી હતી. અમદાવાદના 258 પેટ્રોલ પંપ પર સ્વાઇપ મશીન પર કોઇ પણ નાગ‌િરક કોઇ પણ બેન્કનાં કાર્ડ સ્વાઇપ કરીને બે હજાર રૂપિયાનો ઉપાડ કરી શકશે.

એસબીઆઇએ કરેલી જાહેરાત બાદ એચડીએફસી બેન્ક પણ આ દિશામાં આગળ વધી હતી. અરવિંદ ઠક્કરે સમભાવ મેટ્રો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે બેન્કે રૂપિયા આપવાની જાહેરાત તો કરી, પરંતુ આવી કોઇ પણ વ્યવસ્થા પેટ્રોલ પંપ પાસે નથી. એસબીઅાઈના જનરલ સેક્રેટરી અજય બદાણીઅે જણાવ્યું છે કે એસબીઅાઈના પીઅોઅેસ મશીનમાંથી કાર્ડ સ્વાઈપ કરીને રૂપિયા મેળવી શકાશે.
visit : www.sambhaavnews.com

You might also like