80 રૂપિયા નહીં હજી 100 રૂપિયા સુધી પહોંચશે પેટ્રોલ ! જાણો શું છે ગણિત…

ક્રૂડ ઑઇલ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરનાં જાણકાર લોકોનો એવો દાવો છે કે ઘણાં ટૂંક સમયમાં જ ક્રૂડ ઑઇલ 100 ડૉલર પ્રતિ બેરલથી પણ વધુ આગળ નીકળી શકે છે. તો એવામાં શું એ વાતને લઇ તૈયાર રહેવું જરૂરી છે કે ઘણાં ટૂંક સમયમાં જ દેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયે પ્રતિ લીટરનાં સ્તરે પહોંચી શકે છે.

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઑઇલ માટે વર્ષ 2012થી 2017સુધીની સફર દેશની રાજનીતિ માટે એક ગેમચેંજર સાબિત થયેલ છે. જ્યાં પાછલી કોંગ્રેસ સરકારનાં પડકારોને ગ્લોબલ ક્રૂડ ઑઇલની કિંમતોએ એટલાં વધારી દીધાં છે કે 2014માં મોંઘવારીનાં મુદ્દા પર સરકારને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યાં જ 2014માં ચૂંટણીનાં પરિણામો આવતાં જ કેન્દ્રમાં બનેલ નવી બીજેપી સરકાર માટે ગ્લોબલ ક્રૂડ ઑઇલની કિંમતો વરદાનરૂપ સાબિત થઇ. આ દરમ્યાન થયેલાં ઉતાર-ચઢાવની વચ્ચે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઑઇલની કિંમત 125 રૂપિયે ડૉલર પ્રતિ બેરલથી લઇ 30 રૂપિયે ડૉલર પ્રતિ બેરલ સુધી ઘટી. ત્યાં જ દેશમાં પેટ્રોલની કિંમત 76 રૂપિયાથી થઇ 56 રૂપિયા પ્રતિ લીટર સુધી થઇ. હવે એક વાર ફરી ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં સુધારો જોવાં મળી રહ્યો છે.

100 ડૉલર પ્રતિ બેરલ થયું ક્રૂડ તો શું 100 રૂપિયે લીટર થશે પેટ્રોલ?

વૈશ્વિક સંસ્થા ઑર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(ઓઇસીડી)ની ભવિષ્યવાણી છે કે હાજર વૈશ્વિક આર્થિક સ્થિતિમાં 2020 સુધી ક્રૂડ ઑઇલની કિંમત 270 ડૉલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે. ઉલ્લેખનીય છે કે 2008માં ક્રૂડ ઑઇલની કિંમત અત્યાર સુધી સર્વાધીક સ્તર 145 ડૉલર પ્રતિ બેલર પર હતી. ત્યાં જ 2015 અને 2016 દરમ્યાન ખાડી દેશોમાં ચાલી રહેલ વિવાદ અને ચીન સહિતનાં વિકાસશીલ દેશોમાં માંગની ઊણપને લઇ ક્રૂડ ઑઇલની કિંમત 30 રૂપિયે ડૉલર પ્રતિ બેરલનાં સ્તર પર પહોંચી ગઇ.

ઓઇસીડીની ભવિષ્યવાણીનો આધાર છે કે આવનારા વર્ષોમાં ચીન અને ભારત જેવી અર્થવ્યવસ્થાઓ તેજી લાવવા માટે ઇંધણની માગમાં ઘણો મોટો નફો કરી શકે છે. તેમ છતાં ભારતમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર પાર કરવા માટે જરૂરી નથી કે ક્રૂડ ઑઇલ આ સ્તરને અસર કરે. વીતેલા ત્રણ વર્ષ સુધી દેશમાં ક્રૂડની કિંમત અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવી રહેલ ટેક્સ પેટ્રોલની કિંમતને એવાં સમયે જ 100 રૂપિયા સુધી પહોંચાડી શકશે કે જ્યારે ફરી વાર ક્રૂડ ઑઇલ 2014નાં સ્તરને એટલે કે 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી જાય.

You might also like