100 રૂપિયા લિટર પેટ્રોલ ભરાવવા માટે થઇ જાઓ તૈયાર : આવી શકે છે મોટો વધારો

નવી દિલ્હી : ભારતની અંદર સસ્તુ પેટ્રોલ અને ડિઝલ મેળવવાનાં દિવસો ઝડપી જનાવાનાં છે અને મોંધા દિવસો આવનારા છે. કારણ કે ભારતને કાચુ તેલ નિકાસ કરનારા દેશોએ પોતાનો પુરવઠ્ઠો ધટાડવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓપેક દેશોએ ભારત અને અમેરિકાને અપાતા કાચા તેલના સપ્લાયને ઘટાડવાનો નિર્ણય લીધો છે.

ઓપેક દેશોનાં સભ્ય એવા સઉદી અરબ અને ઇરાકે આ બાબતે નિર્ણય કરીને ગુરૂવારથી તેની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે. ભારત સાઉદી અરબ અને ઇરાક પાસેથી લગભગ 40 ટકા કાચા તેલની આયાત કરી શકે છે. ઓપેક દેશોની વચ્ચે કાચા તેલના ઉત્પાદન ઘટાડવા માટેની પહેલી સંમતી બની ચુકી છે. બીજી તરફ સઉદી અરબે એશિયા અને અમેરિકાને કાચા તેલનાં નિકાસ પર આપવામાં આવનારા ડિસ્કાઉન્ટનો અંત લાવતા કાચા તેલના પ્રીમિયમને વધારી દીધું છે.

એક સમાચારપત્રના અનુસાર આગામી દિવસોમાં સાઉદી અરબ 7 ટકા સુધી પોતાનાં કાચાતેલને પુરવઠ્ઠો ઘટાડી શકે છે. બીજી તરફ ભારતને બીજા સૌથી મોટા તેલ નિકાસકાર દેશ ઇરાકે પણ કાચા તેલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઓપેક દેશોની વચ્ચે નવેમ્બર 2016માં કાચા તેલનુ ઉત્પાદન ઘટાડવાનાં મુદ્દે સંમત થયા છે. ઓપેક દેશોએ નક્કી કર્યું હતું કે કાચા તેલનું ઉત્પાદન 18 લાખ બેરલ પ્રતિ દિવસ ઘટાડવા અંગે સંમતી થઇ છે.

એક બેરલમાં 159 લીટર કાચુ તેલ હોય છે. બીજી તરફ ભારત લગભગ રોજનું 19 લાખ બેરલ કાચા તેલનું આયાત કરે છે. આ સમાચારને ભારત જેવા દેશો માટે ખરાબ માની શકાય કારણ કે હજી પણ ભારત કાચા તેલ માટે બીજા દેશો પર જ નિર્ભર છે. 2014માં કાચુ તેલ 112 ડોલર પ્રતિ બેરલ હતું જે ગબડીને 40 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયું હતું. કહેવાઇ રહ્યું છે કે આગામી દિવસોમા આ કિંમતો વધીને 60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી જશે.

You might also like