નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવામાં વધારો

નવી દિલ્લી: નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો ડામ જાહેર જનતાને લાગ્યો છે. જી હાં, ઓઈલ કંપનીઓએ રવિવારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1.29 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 0.97 રૂપિયા વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજ મધરાત્રીથી લાગુ થશે. આ પહેલા ડિસેમ્બરમાં પેટ્રોલમાં 2 રૂપિયા અને 21 પૈસાનો વધારો પ્રતિ લીટર થયો હતો અને ડીઝલમાં 1 રૂપિયો 79 પૈસા પ્રતિ લીટર વધારો થયો હતો.

નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં થયેલા વધારેને પગલે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. રવિવારે સબસીડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

You might also like