મોંઘવારીમાં આંશિક રાહત: પેટ્રોલમાં 2.25 અને ડિઝલમાં 0.42નો ઘટાડો

નવી દિલ્હી : શુક્રવારે પેટ્રોલનાં ભાવમાં 2.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 0.42 પૈસા પ્રતિલિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વમાં ક્રુડ ઓઇલનાં ઘટેલા ભાવને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીઓએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે ચાલુ મહિને આ સતત બીજી વખતનો ઘટાડો છે. શુક્રવારે અડધી રાતથી લાગુ પડશે.

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિય ઓઇલએ જણાવ્યું કે દિલ્હીમાં પેટ્રોલ હવે 64.76 રૂપિયાનાં બદલે 63..51 રૂપિયા પ્રતિ લિટરનાં ભાવથી મળશે. તે જ પ્રકારે રાજધાની દિલ્હીમાં ડીઝલ 54.70 રૂપિયાનાં બદલે 54.28 રૂપિયા પ્રતિલિટરનાં ભાવે મળશે. જુલાઇનાં મહિનામાં પેટ્રોલિયમની કિંમતોમાં બીજી વાર ઘટાડો કરવામાં આવ્યો છે. 1 જુલાઇએ પેટ્રોલની કિંમતમાં 89 પૈસાનો ઘટાડો જ્યારે ડિઝલમાં 49 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ મહિને ડિઝલ અથવા પેટ્રોલની કિંમતમાં કરવામાં આવેલો ઘટાડો છોડીએ તો 1 મેથી ચાર વખત કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ કિંમતોમાં ચાર વખત વધારો કરીને 4.52 રૂપિયા વધારવામાં આવ્યા છે. તો ડિઝલમાં 7.72 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે ચાલુ મહિને બે વખત પેટ્રોલમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનાં ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

You might also like