ખુશખબર ! પેટ્રોલમાં 1.42 તો ડિઝલમાં 2.01નો ઘટાડો

નવી દિલ્હી : દેશનાં આમ આદમીને મોંઘવારીમાં રાહત મળવાનાં સમાચાર આવી રહ્યા છે. એક મહિનાની અંદર સતત ત્રીજીવાર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ધટાડો થયો છે. પેટ્રોલ 1.42 અને ડિઝલ 2.01 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે. નવા દર રવિવાર મધરાતથી લાગુ થશે. દેશમાં ઓઇલ કંપનીઓ દર 15 દિવસે પેટ્રોલિયમ ઉત્પાદનોની સમીક્ષા કરે છે. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનાં ભાવોનાં આધારે ભાવમાં વધારો કે ઘટાડો કરે છે.

અગાઉ 15 જુલાઇએ પેટ્લો 2.25 જ્યારે ડિઝલ 0.42 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. તેની પહેલા 30 જુને પેટ્રોલનાં ભાવમાં 0.89 અને ડિઝલનાં ભાવમાં 0.49નો ઘટાડો થયો હતો. આ ઘટાડો સતત 7 વધારા બાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, 15 જુને પેટ્રોલ અને ડીઝલનાં ભઆવમાંવધારો થયો હતો. 15 જુને પેટ્રોલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લિટર અને ડિઝલની કિંમતમાં 1.26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તેની પહેલા 31 મેએ 2.58 અને 2.26નો વધારો કરવામાં આવ્યો હતો.

You might also like