પેટ્રોલ ડિઝલનાં ડાઇનેમિક પ્રાઇઝિંગનો ઘટાડા સાથે શુભારંભ

નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલપંપ પર હવે દરરોજ પેટ્રોલ અને ડીઝલ અલગ ભાવમાં મળશે. હવે 16 જૂનથી કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ડાયનેમિક ભાવ લાગૂ. ત્યારે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ.1.12નો ઘટાડો અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ.1.24નો ઘટાડો નોંધાયો છે. જે ભાવ આજે મધરાતથી લાગૂ થશે.

1મે ના રોજ સરકારે દેશના પાંચ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ પર ડાયનેમિક ભાવની વ્યવસ્થા શરૂ કરી હતી. આ હેઠળ પુડ્ડુચેરી, વિજાગ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ હિસાબમાં ફેરફાર થઇ રહ્યો છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ઘણો સફળ થઇ રહ્યું છે, જેને લઇ હવે સમગ્ર દેશમાં આ પ્રોજેક્ટ લાગૂ કરાયો છે.

આ વ્યવસ્થાને લાગૂ થતાં જે રીતે સોના-ચાંદી, કઠોળ-તેલેબિયા, મસાલા જેવી વસ્તુઓના ભાવમાં જેમ વધારો-ઘટાડો થાય છે તેવી જ રીતે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ રોજેરોજ હિસાબથી વધારો-ઘટાડો થશે. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં જો કોઇ દિવસ કાચાતેની કિંમતો ઘટ તો તે દિવસ પેટ્રોલ-પંપો પર તેલ સસ્તુ મળશે. કિંમત વધારા પર તેની ભરપાઇ પણ તેજ દિવસે ગ્રાહકે કરવી પડશે.

You might also like