કર્ણાટક ચૂંટણી Effect: સાત દિવસથી પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો બંધ

છેલ્લા આઠ દિવસથી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો બંધ કરી દીધો છે. જે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કના આધારે ભારતમાં કંપનીઓ ભાવ નક્કી કરતી હતી તેમાં ગત અઠવાડિયામાં 2 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવતો નથી.

આ જનતા માટે રાહતના સમાચાર છે પરંતુ તેની પાછળ શું કારણ છે તે હજી સુધી બહાર આવ્યું નથી. સૂત્રોનુ માનીએ તો 12 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી હોવાથી પેટ્રોલિયમ કંપની આમ કરી રહી છે. જો કે હજુ સુધી પેટ્રોલિયમ મંત્રાલય કે ઓઇલ કંપનીઓ તરફથી આ અંગે કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલની કિંમત 55 મહીનાના સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પણ તેના રેકોર્ડ ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી છે. ઓઇલ કંપની દ્વારા 24 એપ્રિલ બાદ કીંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે તેલની કિંમતો સાથે સરકારને કોઇ લેવા-દેવા નથી. ઓઇલની કંપનીઓ પર આધાર છે કે તેઓ તેલની કિંમતને લઇને શું નિર્ણય લે છે.

You might also like