વૈશ્વિક ક્રૂડના ભાવ ઝડપથી તૂટ્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકાનાં પ્રેશરના કારણે રશિયા અને ક્રૂડનું ઉત્પાદન કરતાં અન્ય દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવાના સંકેતો અપાતાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧.૮૮ ટકાનો ઘટાડો નોંધાઇ ૭૫.૦૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચી ગયા છે, જ્યારે નાયમેક્સ ક્રૂડના ૨.૪૩ ટકાના ઘટાડે ૬૬.૨૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા છે.

ક્રૂડ થોડા દિવસ અગાઉ ૮૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું હતું, જે સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું, જોકે ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતોના પગલે ક્રૂડના ભાવમાં ‘ડાઉન ટ્રેન્ડ’ જોવા મળ્યો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી ઊંચી સપાટીથી આઠ ટકાથી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. આ સંજોગોમાં ઓઇલ કંપનીઓને ક્રૂડની ખરીદ પડતર નીચી આવી શકે છે, જેના પગલે સરકારી ઓઇલ કંપનીઓ જે બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે તે ભાવ વધારો અટકી શકે છે.

Janki Banjara

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 day ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 day ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 day ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 day ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 day ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 day ago