મનમોહનસિંહની સરકારમાં પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં હતો વધારોઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધનાં એલાનને લઇ ગાંધીનગરથી ડે.સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપ દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આઇ.કે.જાડેજાએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલનાં ભાવ મનમોહનસિંહની સરકારમાં પણ વધ્યાં હતાં. મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર સફળ રહી છે. સાથે સાથે દેશનો વિકાસદર પણ વધતો જાય છે. દેશની પ્રગતિ GDPનાં આધારે હોય છે જ્યારે ફુગાવો પણ નિયંત્રણમાં છે.

આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું કે, ભાજપ સરકાર યોગ્ય કામગીરી કરી રહેલ છે. હાર્દિકનાં ઉપવાસને લઇને તેમને સવાલ પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે, હું ગઇ કાલે જાપાનથી પરત આવ્યો છું. જેથી હજુ સુધી CM અને પક્ષ સાથે કોઇ જ ચર્ચા થઇ નથી.

જો કે, પાટણ સ્થિત વીર મેઘમાયા ધાર્મિક સ્થાનનાં વિકાસ માટે સરકારે 3 કરોડની જાહેરાત કરી હતી. જે જાહેરાતને દલિત સમાજ દ્વારા આવકારવામાં આવી છે. ત્યારે ડે. સીએમે નિવેદન આપ્યું હતું કે, સરકાર દ્વારા વીર જોગમાયા ધાર્મિક સંસ્થાને 3 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરાઇ હતી. આ ધાર્મિક સ્થાન પર ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવશે.

નાગરિકો અને લોકો પણ પેઢીનાં ઇતિહાસને જાણશે. સમગ્ર સમાજ માટે બલિદાન આપનાર વિર મેઘમાયાને જીવંત રાખવા માટે સરકાર પગલું ઉઠાવી રહી છે. વણકર સમાજ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે CM અને ડે. સીએમનું દલિત સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

You might also like