પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે જોવા મળ્યો ઘટાડો…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 16 દિવસના વધારા બાદ આજરોજ સતત ત્રીજા દિવસે ઘટાડો જાવો મળ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસાનો પ્રતિ લિટર ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લિટરે ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચૂંટણી બાદ સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ બુધવારથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે બુધવારે ફકત 1 પૈસાનો ઘટાડો થયો હતો જેને લઇને લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

શુક્રવારે રોજ દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડિઝલની કિંમત ઘટાડા બાદ આ રીતે જોવા મળી હતી. જેમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.29 અને ડિઝલની કિંમત 69.20 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી હતી. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 80.92, ડિઝલની કિંમત 71.85 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી છે.

જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 86.10 અને ડિઝલની કિંમત 73.67 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી છે. ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત 81.28 જ્યારે ડિઝલની કિંમત 73.06 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભલે ઘટાડો જોવા મળી રહ્યો પરંતુ દેશમાં હજી પણ તેનો ફાયદો આમ જનતા સુધી પહોંચી રહ્યો નથી.

જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યના 4 મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ પ્રકારે જોવા મળી હતી. જેમાં અમદાવાદમાં પેટ્રોલ 77.48 અને ડિઝલ 74.15 રૂપિયા પ્રતિ લિટર, રાજકોટમાં પેટ્રોલ 77.28 અને ડિઝલ 74.03 રૂપિયા પ્રતિ લિટર, વડોદરા ખાતે પેટ્રોલ 77.96, ડિઝલની કિંમત 74.76 રૂપિયા પ્રતિ લિટર જ્યારે સુરતમાં પેટ્રોલ 77.36 અને ડિઝલ 74.13 રૂપિયા પ્રતિ લિટર જોવા મળ્યું.

You might also like