આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો, જાણો કેમ એકાએક ઘટવા લાગ્યા તેલનાં ભાવ?

તેલનાં ભાવોમાં સતત ઘટાડો શરૂ થતો જોવા મળી રહ્યો છે. રવિવારનાં રોજ એક વાર ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કપાત થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 40 રૂપિયા અને ડીઝલની કિંમતોમાં 33 પૈસાનો ઘટાડો આવી ગયો છે. હવે રાજધાનીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 80.05 રૂપિયા અને ડીઝલની કિંમત 74.05 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.

ત્યાં જ મુંબઇમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ક્રમશઃ 39 પૈસા અને 35 પૈસાનો કપાત થયો છે. હવે અહીંયા પેટ્રોલની કિંમત 85.54 રૂપિયા અને ડીઝલની કિંમત 77.61 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.

આ પહેલા શનિવારનાં રોજ પણ તેલની કિંમતોમાં ઘટાડો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 40 પૈસા અને ડીઝલનાં ભાવ 35 પૈસા ઘટી ગયા હતાં. ત્યાં બીજી બાજુ મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં પણ ક્રમશઃ 40 પૈસા અને 37 પૈસાનો ઘટાડો થયો હતો.

આ પહેલા પાંચ ઓક્ટોમ્બરનાં રોજ પણ સરકારે પણ તેલનાં ભાવોમાં 2.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ કેટલાંક રાજ્યોએ પણ પોતાનો વેટ 2.50 રૂપિયા ઘટાડ્યો હતો કે જેનાંથી લોકોએ તેલનાં વધતા ભાવથી થોડી રાહત મળી હતી.

તમને જણાવી દઇએ કે અમેરિકી ભંડારમાં આશાથી પણ વધારે વધારાની ખબરથી આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવોમાં મંદીની અસર ઘરેલૂ બજાર પર પડી રહેલ છે. આ કારણોસર પેટ્રોલ-ડીઝલનાં ભાવ સતત ઘટતા રહ્યાં છે.

You might also like